મંડળ નો ઇતિહાસ/સ્થાપના -- બ્રહ્મભટ્ટ વિદ્યોત્તેજક મંડળ
શ્રી બ્રહામ્ભટ્ટ વિધોતેજક મંડળ-વડોદરા સ્થાપના-૧૯૩૫:::
શ્રી દાજીભાઇ બ્રહામ્ભટ્ટ છાત્રાલય વડોદરા સ્થાપના-૧૯૧૫:::
|
ત્યાગમૂર્તિ સ્વ.શ્રી દાજીભાઇ બ્રહામ્ભટ્ટ
શ્રી દાજીભાઇ જ્ઞાતિના તમામ બાળકોને પોતાના માન્યા.કમાણીનો કોઈ ભાગ નહિ,સર્વસ્વ જ્ઞાતિના ચરણે ધરી દીધું.વડોદરામાં રાવપુરામાં આવેલા પોતાના ઘરને જ જેમણે જ્ઞાતિના વિધાર્થીઓ માટે છાત્રાલયમાં પરિવર્તિણ કર્યું.છાત્રોને લઇ ગામડામાં ભ્રમણ કરી અનાજ ઉઘરાવી લાવવાનું શરૂ કર્યું.સવર્સ્વ અર્પણ કરનાર આ ઓલીયાએ ગૃહપતિ તરીકે સેવા આપી.જયારે ધર્મ અને જીવદયા તરફ જ દાનનો પ્રવાહ વહી રહ્યો હતો ત્યારે આ મહાત્મા દાદાજીએ સને ૧૯૧૫માં પોતાની તમામ મિલકતનું છાત્રાલય માટે રજીસ્ટર્દ ટ્રસ્ટ કર્યું ત્યારે બ્રહામ્ભટ્ટ છાત્રાલયનો જન્મ થયો.અને સમગ્ર બ્રહામ્ભટ્ટ સમાજમાં જ્ઞાતિનો અંકુર ફૂટ્યો.આજે તો એ અંકુર વિશાળ વડલો બન્યો છે.આ વડલાની છાયાએ આજની નામાંકીન અનેક વ્યક્તિઓને પોતાની શીતળ છાય આપી છે.સાવલીના વતની અને કુંવરજીના પુત્રએ તેમની માતા અચીબાની કુંખ ઉજાળી છે.પાયાની આ ઈટને કોટીકોટી પ્રણામ.
સેવામૂર્તિ સ્વ.પુરુષોત્તમદાસ માત્તરવાળા

દાનમૂર્તિ સ્વ.મોહનલાલ મીઠાઈવાલા
જલતી જ્યોતિને પણ પવન ઝપાટા લાગતાં હોય છે.બ્ર.વિ મંડળ અને ભટ્ટભાસ્કરે પણ ઘણા તડકા છાયડા જોયા છે.સરકારના કાગળના કંટ્રોલના કારણે ભટ્ટભાસ્કરનું પ્રકાશન સ્થગિત પણ થયેલું.આવી બધી પરીસ્થિતિમાં આર્થિક પ્રશ્ર્નો ઉભા થાયજ અને સક્ષમ દાતાનો સહારો મળે તોજ સંસ્થા અને સામાયિક ટકી શકે.શ્રી સ્વ.મોહનલાલ મીઠાઈવાળાએ જયારેજયારે નાણાંકીય મુશ્કેલી આવી ત્યારે તન અને મનની સાથે ધનની પણ મદદ કરી.ભટ્ટભાસ્કર મેગેઝીન માટે વપરાતા તમામ પ્રિન્ટિંગ કાગળો જે તે સમયે તેમણે પુરા પાડીને પણ ભટ્ટભાસ્કરને જીવતું રાખ્યું હતું.આજે પણ એમની પેઢી દ્રારા કવરપેજ ચાર ઉપર લેમની જાહેરાત આપને જાય મળે છે.જ્ઞાતિને એમને દાનવીરની ઉપમા આપી એ યથાયોગી છે.